સુંદરવનનુ નામ તો સાંભળ્યુ જ હશે. આ પ્રાણિઓના ભયાનક સ્વરૂપ જોવા મળે છે. ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ પણ અચરજ પામી જાય છે. આવી જ સત્ય ઘટના તરફ હુ આપને લઈ જાઉ. વાત છે અંગ્રેજ સલ્તનત હતી તે વખતની લગભગ ૧૯૦૦ ની આજુબાજુનો સમય હતો. ત્યારે પશ્ચીમ બંગાળ નહિ બંગાળ હતુ. ગોરા અંગ્રેજો માત્ર શોખ ખાતર જ શિકાર કરવા જતા હતા. ત્યાર બાદ પોતના હિમ્મત વીરતાનુ પ્રતિક રૂપ વાઘનુ ચર્મ પોતાના દિવાન ખંડમાં મઢાવીને રાખતા. ત્યા આવતા મહેમાનોને કહેતા કે આ વાઘનો શિકાર અમે કર્યો છે.
એક વખત બન્યુ એવુ કે રાજ પરિવારનો એક સદસ્ય શિકાર કરવા સુંદરવનમાં આવ્યો. નિયમિત તો આ જગ્યાએ વાઘ પાણી પિવા આવે પણ આજે વાઘ આવ્યો નહિ એટલે મોડિ રાત સુધી પોતાના માંચડા ઉપર બેઠો. મધરાત થઈ અંધારી રાતમાં માત્ર પાણી પીવાનો અવાજ સંભળાયો. રાજકુંવરે અવાજની દિશા તરફ ગોળી છોડી પણ પ્રાણી ભાગવાનો અવાજ સંભળાયો એટલે એમ થયુ કે નિશાન ચુકી ગયા. દિવસ ઉગતા સવારમાં જ્યા ગોળીબાર થયો હતો એ જગ્યાએ આવી જોયુ તો થોડુ લોહિ પડેલુ અને વાઘનો એક દાંત પડેલો જોયો. રાજકુંવરને અંદાજ આવી ગયો હતો કે, નિશાન ચુક્યા નથી. વાઘનો દાંત અને મોં ને અડકતી ગોળી નિકળી ગઈ હતી.
રાજકુવરની ગોળીનો શિકાર બનનાર એક સુંદરવનનો રાજા નહિ પણ રાણી હતી. એક વાઘણ હતી. ઘવાયેલ અવસ્થામાં વાઘણ આખા જંગલમાં રખડે છે. એક હરણનુ બચ્ચુ પકડ્યુ. પોતાના ન્હોર વડે દબાવી રાખ્યુ. હરણ તરફડીયા મારવા લાગ્યુ. વાઘણે પોતાના મોંથી હરણનૂ ગળુ પકડ્યુ પણ ગળાની પકડ બરાબર આવી નહિ. હરણનુ બચ્ચુ તો મરી ગયુ પણ માંસ ખાવા વાઘણ મોં થી માંસ તોડવા જાય છે તો માંસ તુટતુ પણ નથી. રાજકુવરની ગોળીથી તેના માંસ ખાવાના જે રાક્ષી દાંત હતા એ તુટી ગયા હતા. આખાયે જંગલમાં ભુખથી વ્યાકુળ થઈ દોડાદોડ છે. એવી ગર્જના કરે છે કે ઝાડના પાંદડા પણ થરથરી જાય. જંગલમાં વાઘણના વિસ્તારમાં ગર્જનાથી આખો માહોલ કંપી ઉઠ્યો હતો.
અતિશય ભુખને કારણે વાઘણ આમતેમ દોડતી હતી. તે દરમ્યાન જંગલમાં મધ પાડતી એક મહિલાને જોઇ. વાઘણને તો શિકાર કરવાનો હતો. મહિલાને જોઇ ગર્જના કરી. મહિલાના હાથમાંથી મધનુ પાત્ર પણ નીચે પડી ગયુ. વાઘણને જોઇ ભાગવુ તો મુર્ખામી હતી. મહિલા વાઘણને જોઇ સ્થિર ઉભી રહી. બાજુના ઝાડ પર ચડવા કોશીસ કરતી હતી. મહિલા લગભગ દસેક ફુટ સુધી વૃક્ષ પર ચડી ગઈ હતી.
પણ સુદરવનની મહારાણીની ભુખ સામે દસ ફુટ તો કઈ હતુ જ નહિ. પાછળના પગ પર વજન દઈ વાઘણ છલાંગ લગાવે છે. પેલી મહિલાને ન્હોર વાળો એક પંજો મારે છે. મહિલા ઘાયલ થઈ નીચે પડી જાય છે. કઈ ન સુઝતા મહિલા ભાગવા લાગે છે. વાઘણે પીઠ પાછળ પંજો મારી મહિલાને પાડી દિધી. મહિલાનુ પ્રાણપંખેરુ ઉડી ગયુ. પ્રાણિઓની તુલનામાં માણસનુ માંસ વાઘણને નરમ લાગ્યુ. મહિલાનુ ભોજન બનાવી દિધુ. નરમાંસથી વાઘણની ભુખ સંતોષાઇ ગઈ હતી. અને હવે વાઘનને ખ્યાલ પણ આવી ગયો હતો કે આ માંસ જ આરોગવાનુ છે. પ્રથમ આ આદિવાસી મહિલાનુ માંસ ખાઈને વાઘણ નરભક્ષી બની હતી.
વાઘણ હવે માનવની શોધમાં ગામ સુધી પહોચી ગઈ. સુંદરવનના જંગલની બાજુનુ જ એક ગામ હતુ. રાત્રી થવાની રાહમાં એક ગામની નજીક જંગલમાં આરામ ફરમાવ્યો. રાત્રી નવ દસ વાગ્યા. ગામમાં ધીરે ધીરે શાંતિ છવાતી ગઈ. વાઘણે ગામમાં પ્રવેશ કર્યો. પશુઓ વાઘણના આવવાથી વાડામાં આમથી તેમ દોડાદોડી કરતા હતા. ગામના કુતરાઓ પણ સુરક્ષીત સ્થાનોમાં જઈ ભસવા લાગ્યા. ગામડામાં તો આ બધુ રાત્રી દરમ્યાન સામાન્ય હતુ. ગામના એક ફળીયામાં સુતેલા એક વૃધ્ધને ખેંચીને જંગલની એ જાળીઓમાં ચાલી ગઈ.
સવારમાં જાગીને વૃધ્ધનો પરિવાર શોધવા લાગ્યો. કોઇને કાઈ પતો લાગ્યો જ નહિ. સ્વપ્નમાં પણ ક્યારેય વિચાર ના આવે કે તેના પરિવારના વૃધ્ધ વાઘણનો શિકાર બની ગયા છે. દિવસ દરમ્યાન ઝાડી જાંખરામાં આરામ ફરમાવી અને રાત્રે ફરી પોતાના શિકારની શોધમાં નિકળી. ગામના છેડે આવેલા એક ઝુંપડામાં એક બાળકના રડવાનો અવાજ આવ્યો. વાઘણ તો એ તરફ દોડી. ઝુપડામાં અંદર ઘુસી અને જોયુ તો પોતાના માટે ઘણા જ શિકાર હતા.
બાળકના બદલે આધેડ વયના પુરૂષ તરફ જવા લાગી. અચાનક જ પાસે સુતેલી મહિલાની ઉંઘ ઉડીને જોયુ તો વાઘણ. મહિલાએ બુમાબુમ કરી મુકી. વાઘણ છતા પણ પેલા પુરૂષને પોતાના પંજામાં દબોચીને ભાગવામાં સફળ થઈ ગઈ. આખા ગામમાં મઘરાતે બુમરાણ મચી. પંદર વીસ જણાની ટુકડી એ વાઘણને શોધવા જંગલ તરફ જાય છે. હાથમાં મોટી મોટી મશાલો અને દેશી જામગરી બંદુક તો કોઇ પાસે ભાલાઓ. જંગલમાં બધે જ તપાસ કરે છે પણ તેનો ક્યાય પતો લાગતો નથી.
જંગલમાંથી બહાર નીકળે વખતે તેની ટિમનો એક સદસ્ય ઓછો જણાયો. જે ખરેખર રસ્તો ભટકી જતા વાઘણે પોતાનો શિકાર બનાવ્યો હતો. હવે લોકો પોતાન ઘરમાં પણ ડરતા હતા. આખુ ગામ ભયના ઓછાયામાં જ રહેતુ હતુ. શરુઆતમાં ગામમાં ચોકીદારો બેસાડવામાં આવ્યા. વાઘણ એ ચોકીદારને પોતાનો ટાર્ગેટ બનાવવા લાગી. હવે તો રાત્રે બધા પોતે સુરક્ષીત જગ્યાએ ચાલ્યા જતા હતા. સમય એવો આવ્યો કે વાઘણને ગામમાંથી રાત્રે ખાલી આવવુ પડે.
ગ્રામજનોને વાઘણ જ્યા જાડીઓમા છુપાતી એ જગ્યાની ખબર પડિ. બધા દિવસે ભેગા મળીને એ જાડીને આગ લગાવી દિધી. ઢોલ નગારા, થાળી અને ડબાના અવાજ સાથે બધા વાઘણની પાછળ અને વાઘણ આગળ. નદિની અંદર ઉતારી દિધી. એ સમયે નદિની પેલે પાર નેપાળની હદનુ ગામ આવતુ હતુ.
હવે નદિ પાર કરી વાઘણ નેપાળની મહેમાન બની. નદિ કિનારે જ એવી જાડિમાં છુપાઈને બેસે. નદિ કિનારે આવતા લોકોને ટાર્ગેટ બનાવ્યા. શરુઆતમાં તો લોકોને થયુ કે મગરનો આતંક છે. એક વાર એક હોડિ જેમાં છ થી સાત લોકો બેઠા હતા. નદિના કિનારે પહોચવા આવી અને વાઘણે દોડીને છલાંગ હોડી પર લગાવી.
એક બે જીવ બચાવી ગામ તરફ ભાગ્યા. બીજા બધાને તેનો શિકાર બનાવી દિધા હતા. હવે તો અહિ પણ બધા એલર્ટ થઈ ગયા હતા. આ ગામમાં ખોરાક મુકિને પાંજરુ પણ મુકવામાં આવ્યુ. સવાર સુધી રાહ જોવામાં આવી પણ જેને નરમાંસનો ચસકો લાગ્યો હતો એને આ માંસ સાથે કઇ જ લાગતુ વળગતુ જ ન હતુ.
સમય જતો ગયો એમ દેશ ભરમાં આ વાઘણની ચર્ચાઓ થવા લાગી. નરભક્ષી વાઘણનો આતંક અને શિકાર વિશે સરકાર પણ વિચારવા લાગી હતી. વાઘણ એ દરમ્યાન નદિ કિનારાને ગામડામા શિકાર કરતી કરતી ત્યાના તમામ ગામડાઓમાં પ્રવાસ કરતી કરતી ફરી સુંદરવન આવી પહોચી હતી. વાઘણે અંદાજીત અત્યાસ સુધીમાં ૪૦૦થી વધુનો શિકાર કર્યો હતો.
સુંદરવનના એક ગામમાં વાઘણ આવી પહોચી. રાતનો સમય હતો. ગામમાં મોતનુ તાંડવ શરુ હતુ. નરમાંસ ખાઈને વાઘણ ક્રૂર બની ગઈ હતી. ગામમાં બીજા પ્રાણીઓને પણ ઘાયલ કરતી હતી.રાત્રી દરમ્યાન પોતાના ઘરની બહાર કોઇ છે એવો ભાષ થતા એક વૃધ્ધ એના ફળીયામાં આવ્યો. વાઘણ તો આ જ રાહમાં હતી. એ વૃધ્ધને પોતાના મજબુત પંજાથી દબોચી ગામના પાદરમાં તેનો શિકાર કર્યો.
આખુ ગામ હચમચી ગયુ. સ્થાનીક શિકારીએ આ વાઘણને મારવાનુ બિડુ જડપ્યુ. શરુઆતમાં પાંજરુ મુકવામાં આવ્યુ પણ વાઘણ તો પાંજરામાં પુરાય જ શાની? પેલો શિકારી સવાર સુધી રાહ જોઇ બેઠો. વાઘણ આવી જ નહિ. બીજી રાત્રે પાંજરુ હટાવીને માત્ર વાઘણને લલચાવવા એ જ ગામમાં ફરતો હતો. અચાનક જ વાઘણ અને શિકારી સામસામે. સામાન્ય કરતા મોટા કદની ક્રૂર વાઘણ શિકારી તરફ ઘસી. શિકારીએ પોતાન બંદુકમાંથી ગોળી છોડી. નિશાન પગમાં ગોળી વાગી. એ દરમ્યાનનો શિકારી ઉપર વાઘણ તુટી પડી. ગામના લોકો ત્યા પહોચે એ પહેલા તો શિકારીનુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ.
હવે ઓર ડરનો માહોલ હતો. આ રાક્ષસી વાઘણને મારવી કઈ રીતે? શિકારીઓ પણ હવે તો આ વાઘણના નામ સુધ્ધાથી ડરતા હતા.કેટલાય ગામલોકો તો એવુ પણ કહેતા હતા કે આ દૈવી શક્તિ છે એનો પ્રકોપ આપણા ગામને લાગ્યો છે, તો કેટલાક એમ પણ કહેતા હતા કે એ વાઘણ તેનો બદલો લઈ રહિ છે.અંગ્રેજ સરકારના સ્પેશિયલ ઓફિસર કોર્બટને આદેશ કરવામાં આવ્યો છે તે કોઇ પણ સંજોગોમાં આ વાઘણને મોતને ઘાટ ઉતારે.
અંગ્રેજ સરકારનો આ ઓફિસર અને શિકારનો શોખીન કોર્બેટ આ ગામમાં આવ્યો. આખા ગામમાં જ્યા જ્યા વાઘણે શિકર કર્યો ત્યા ત્યા ગયો. પોતે આ ક્ષેત્રમાં એટલો શાર્પ હતો કે તે માત્ર કોઇ પણ પ્રાણીના પગલા માત્રથી તેની શારીરીક સ્થિતિ બતાવી દેતો હતો. પોતે શિકારનો આખો તખ્તો ગોઠવ્યો. ગામમાં પડેલા એક ખંડેર જેવા રુમમાં રાતવાસો કરવાનુ નક્કિ કર્યુ.
ખંડેરને દરવાજો ન હતો એટલે તેણે વૃક્ષની ડાળીઓ દરવાજાની જગ્યાએ મુકિ. રાત્રિનો સમય હતો પોતે પણ અસુરક્ષીત એટલે બધા હથિયારોને સજ્જ રાખ્યા. લાકડાનો સળગાવીને બેઠો હતો. અચાનક જ ગામમાં વાઘણ પ્રવેશી એટલે પ્રાણીઓમાં હલચલ સ્પષ્ટ અનુભવાતી હતી. ઘરની અંદર વાડામાં પ્રાણીઓ સંપુર્ણ સુરક્ષીત હોવા છતા ડરને કારણે આમથી તેમ થતા હતા.
કોર્બેટ હથિયારોથી સજ્જ થઈને નિકળ્યો. વાઘણ જ્યાથી પસાર થઈ એ પગલાની પાછળ પાછળ જાય છે. વાઘણને પણ ગંધ આવી ગઈ હોય એમ એ ક્યાય દેખાઇ જ નહિ. કોર્બેટ આખા ગામમાં ફરિ પાછો પોતાના ઉતારા પાસે આવ્યો અને જોયુ તો પોતાના રુમમાં અંદર પણ વાઘણના પગલા હતા. હવે તો બંદુક લોડ કરીને પોતાની તિક્ષ્ણ નજર ફેરવતો હતો. એટલામાં કુતરા ભસવાનો અવાજ સંભળાયો.
તે તરફ જોયુ તો એક કુતરાને પંજાથી જમીનદોસ્ત કર્યો હતો. કોર્બેટે વાઘણને દુરથી જોઇ ગોળી ચલાવી. વાઘણને પાછળના પગ પાસે ગોળી વાગી પણ ત્યાથી ભાગી ગઈ. હવે તો ઘાયલ થયેલ વાઘણ તો ઔર ઘાતકી બની હતી. ગામની દરેક શેરીમાં ગર્જના કરતી હતી. નાના પ્રાણીઓને ક્રુરતાથી પંજા મારી ચુથતી હતી. એક તો ભુખ અને બીજુ ગોળી વાગવાને કારણે ઘાયલ થયેલ હતી તેની પીડા. આખુ ગામ ભયથી કાપતુ હતુ. કોર્બેટ અને વાઘણ બે જ ગામમાં છૂટા ફરતા હતા. અસુરક્ષીત અને ઝુંપડામાં રહેતા પરિવારોનુ સુરક્ષીત સ્થાનાંતર કરી દેવામાં આવ્યુ હતુ.
ગામની વચોવચ કોર્બેટ ઉભો હતો અને અચાનક જ સામે વાઘણ આવી ઉભી રહી. એવુ લાગતુ હતુ કે વાઘણ હવે કોર્બેટને પડકારતી હતી. પુછડીને વળ ચડાવતી રણગર્જના કરતી કોર્બેટને ચેતવણી આપે છે. કોર્બેટ જરાપણ હલન ચલન વગર માત્ર તેની સામે જ ઉભો હતો. લગભગ પંદર ફુટનુ અંતર હશે. વાઘણ એક ડગલુ કોર્બેટ તરફ આગળ વધે છે ત્યા કોર્બેટની ગનમાંથી ગોળી છુટી વાઘણની છાતીમાં ઘરબાઈ ગઈ.
વાઘણ હવે ઉભી રહેવા પણ સક્ષમ ન હતી. લડખડાતી હતી પણ તેની ગર્જના હજી વૃક્ષોના પાંદડાને પણ ધ્રુજાવતુ હતુ. અચાનક જ વાઘણ સ્ફુર્તીમાં આવે કોર્બેટ તરફ છલાંગ મારે છે. કોર્બેટની બંદુકમાંથી બીજી ગોળી છુટે છે. આ વખતે બન્ને વચ્ચેનુ અંતર પાંચ ફુટ હતુ. બીજી ગોળી વાઘણના કપાળમાં વાગે છે. વાઘણ ત્યાને ત્યા જ પડી જાય છે. ૪૨૬ લોકોનો શિકાર કરનાર નરભક્ષી વાઘણનુ પ્રાણપંખેરુ ઉડી જાય છે.
ગામમં હજુ પણ એ ગર્જનાના પડઘા સંભળાતા હતા. પશુઓ એના વાડામાં લપાઇને બેઠા હતા. ગામના કાંડાબળીયા અને બહાદુર માણસો પણ હજી ઘરમાંથી બહાર નિકળતા ડરતા હતા. ગામની વચ્ચે જ પડેલ વાઘણના મૃતદેહથી લોકો ડરતા હતા.
કોર્બેટે આ વાઘણના દાંત જોઇને લોકો સમક્ષ નરભક્ષી થવાનુ કારણ રજુ કર્યુ હતુ. કુદરતના ક્રમમાં નાની એવી દખલ કરવાની માનવીએ ખુબ જ મોટી કિંમત ચુકવવી પડી. આ બહાદુર શિકારી કોર્બેટના નામથી સુંદરવનને જીમકોર્બેટ રાષ્ટ્રીય ઉધ્યાન નામ આપવામાં આવ્યુ.