મમ્મીને એક મીઠો પત્ર વાંચીને વહી જાવ લાગણીના પ્રવાહમાં

By ojasalert.com

Updated on:

a-sweet-letter-to-mom

મમ્મી મને પછતાવો થાય છે કે મેં તારી કિંમત ન કરી ‘લગ્ન પહેલાં… મને તારી દીકરી હોવાનો ગર્વ છે’

વાહલી મમ્મી,

એવું નથી કે અહીં સાસરામાં મારા પતિ કે મારા સાસરીવાળા મારું ધ્યાન નથી રાખતા, પણ મારા જીવનમાં તારું જે પવિત્ર સ્થાન છે તેની જગ્યા કોઈ જ લઈ શકે તેમ નથી. માત્ર મધર્સ ડે પર જ નહીં, પણ તને રોજ યાદ કરવનામાં આવે છે, નાના નાના પ્રસંગો મને તારી યાદ અપાવ્યા કરે છે અને તું બધી બાબતોને કેવી આરામથી સંભાળી લેતી હતી તે યાદ આવે છે.

જો કે હું કંઈ મેરિડ નથી પણ મારી મોટી બહેનના ઉદાહરણ પરથી હું એટલું તો કહી જ શકું કે માતાનું સ્થાન અત્યંત પવિત્ર છે અને જ્યારે જ્યારે આપણે આપણી માતાની કિંમત નથી કરતા ત્યારે આપણે મુર્ખ હોઈએ છીએ. લગ્ન ક્યારેક આપણી આંખ ઉઘાડવામાં મદદ કરે છે કે કેવી રીતે આપણી માતા આટલા બધા કામ એક સાથે કરી શકતી અને કેટલા બધા પડકારોને માત આપતી. આ ઉપરાંત પણ ઘણા બધા પ્રસંગે મને તારી યાદ આવી જાય છે. તો ચાલો જાણીએ કે ક્યારે ક્યારે તમને તમારા મમ્મીની યાદ આવે છે.

તમેને ક્યારે ક્યારે તમારી માતા યાદ આવી જાય છે જ્યારે હું બિમાર હોવું ત્યારે કોઈ ઇન્સ્ટન્ટ ઘરેલુ નુસખો જાણવા માટેઃ

માપી મમ્મીના ઘરેલુ નુસખા મને દવા કરતા પણ વધારે આરામ આપે છે કારણ કે તે માત્ર નુસખા જ નથી હોતા પણ માતાનો પ્રેમ પણ તેમાં સમાયેલો હોય છે કારણ કે માતા પોતાના પ્રેમથી ભર્યા હાથે તે આપતી હોય છે.
જ્યારે તારી ચિંતા અને ગુસ્સો બીજુ કંઈ નહીં માત્ર મારી સંભાળ જ હોય છે.
તું વારંવાર મને ટોકતી રહેતી, મને ચેતવતી રહેતી આ બધું જ હું આજે મિસ કરું છું. કારણ કે તેમાં મને મારા પ્રત્યેની ચિંતા અને કેર દેખાતા.

લગ્ન બાદ જ્યારે મારે મારી જાતે જ ઉઠવાનું થાય છે ત્યારે હું તને બહુ યાદ કરું છું.

‘બસ પાંચ મીનીટ’ આ શબ્દો મારા મોઢા પર આવી જાય છે ત્યારે ત્યારે મને તારી યાદ આવી જાય છે. સવારના પહોરમાં દીવસ આખાના કામને પાર પાડવા માટે મારે મહાપરાણે બેડમાંથી બહાર નીકળવું પડે છે. ત્યારે મને તારી યાદ આવી જાય છે.

હું આપણી મૂવી ડેટને ખુબ મિસ કરું છું.
તારી સાથે લેટેસ્ટમૂવી ડેટ્સને હું ખુબ મિસ કરું છું. એ શાંતિનું કોઈપણ જાતની ચિંતા વગરનું જીવન હું ખુબ મિસ કરું છું. અને મૂવી જોતી વખતે હીરો-હીરોઈનના ડાન્સ મૂવ્સ, કોમેડી, હીરોઈનના કપડા વિગેરે વિષેની તારી સાથેની દલીલો હું ખુબ મીસ કરું છું.

મારા પર સૂટ ન થતાં કપડા વિષેની તારી ટીપ્પણીને હું ખુબ મિસ કરું છું…

જ્યારે ક્યારેય કોઈ નવા કપડાં પહેર્યા હોય અથવા કોઈ નવી વસ્તુ ટ્રાઇ કરી હોય ત્યારે તારી પ્રામાણિક ટીપ્પણી આજે હું ખુબ મીસ કરું છું.

મારા જાત-જાતના નખરા સહન કરતી માને હું ખુબ મીસ કરું છું..
મને યાદ નથી કે મેં તને કેટલી હેરાન કરી હશે. મેં તારી આગળ નાની નાની વાતે કેટલાએ ધમ પછાડા કર્યા હશે અને તે મને શાંત પાડી હશે.

મારા મગજમાંથી ખરાબ વિચારો પળવારમાં કાઢનારી મારી માને હું ખુબ મીસ કરું છું.

તારી સાથેની સામાન્ય વાતચીત જ મારું મન હળવું કરી મુકે છે. તે હું ક્યારેય નહીં ભુલું.

જ્યારે હું કહું છું કે ‘બધું ઠીક છે’ ત્યારે પણ તને ખબર પડી જાય છે કે કંઈક ખોટું છે. તે માટે હું તને ખુબ મીસ કરું છું. માત્ર એક નજરે તું મારા મૂડને પારખી જાય છે તે જ તો તારો જાદૂ છે.

હું તને ઢગલો બચીઓ તેમજ વારંવાર ભેટીને જે રીતે પરેશાન કરતી હતી તે પળોને હું આજે પણ મિસ કરું છું. હું જ્યારે બહારથી આવી તને ખુબ બધું વહાલ કરતી ત્યારે તેના બદલામાં તું મારા મોડા આવવા પર મારા પર ગુસ્સે થતી તે પળોને હું મીસ કરું છું.
અને તારી સાથે દર અઠવાડિયે થતી નાની-નાની ખરીદીને તો હું ખુબ મિસ કરું છું. આજે તો મને તારા વગર ખરીદી કરવા જવું પણ નથી ગમતું.

અને જે આજે પણ હું ખુબ મિસ કરું છું તે છે તારી રસોઈ
આજે મને મારી રસોઈ જરા પણ નથી ભાવતી. આવી ક્ષણોએ હું તારી રસોઈ ખુબ યાદ કરું છું. હું તને ક્યારેય નહીં ભૂલું મારી વાહલી મા.

તારી વહાલી દીકરી.

Leave a Comment